ઝી બ્યૂરો, અમદાવાદઃ ભોજનનો સ્વાદ વધારતા ચટપટા, મજેદાર અથાણાને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અથાણા ભોજનનો સ્વાદ વધારી દે છે. ગુજરાતના ખટ્ટમીઠા તો મહારાષ્ટ્રના તીખા અથાણા ઓળખ છે. પરંતુ શું તમને ખબર છે કે અથાણાનો આ ચટાકો તમને ભારે પડી શકે છે? અથાણાનું સેવન વધારે માત્રામાં કરવામાં આવે તો શરીરને નુકસાન થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારે છે કોલેસ્ટેરોલ
અથાણાનો ભોજનમાં વધુ ઉપયોગ કરવાની કોલેસ્ટેરોલમાં વધારો થઈ શકે છે. સાથે અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમસ્યા અથાણામાં વધારે જે તેલની માત્રા હોય છે, તેના કારણે થાય છે. સાથે જ તેમાં રહેલા કાચા મસાલા પણ નુકસાન કરી શકે છે.


એસિડિટીની સમસ્યા
વધારે અથાણાનું સેવન કરવાની એસિડિટીની સમસ્યા થાય છે. અથાણા મોટા ભાગે ખાટા અથવા તીખા હોય છે. જેને વધુ પડતું ભોજનમાં લેવાથી એસિડિટી, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે.


હાઈ બીપીને આપે આમંત્રણ
અથાણામાં મસાલાની સાથે તેલ અને નમકની માત્રા પણ વધારે હોય છે. સોડિયમનો વધારે ઉપયોગ કરવાની તમને હાઈ બ્લડ પ્રેશર અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.


અલ્સરનો ખતરો
રોજ અથાણા ખાવાથી તમને અલ્સર થઈ શકે છે. જેનું કારણ તેમાં થઈ રહેલો સરકાનો ઉપયોગ છે. સરકો અલ્સરનું મુખ્ય કારણ બને છે.


સોજા ચડી શકે
અથાણું બનાવવા માટે અને તેને સુરક્ષિત રાખવા માટે પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીર માટે નુકસાન કારક છે. તે એસિડિટી કે શરીરમાં સોજા વધવા માટે જવાબદાર હોય શકે છે. કહેવાય છે કે, અતિ સર્વત્ર વર્જયેત. વધુ પડતું અથાણાનું સેવન ચોક્કસથી નુકસાન કરી શકે છે. પરંતુ જો તમે માપમાં રહેની અથાણાનું સેવન કરો તો સ્વાદ પણ માણી શકશો અને તેના ગેરફાયદાથી પણ બચી શકશો